Jetpur-Rajkot જેતપુર માં લાંબા સમયથી ગવર્નીંગ બોડી દ્વારા સંચાલન કરાતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ગતરોજ ૨૧ કારોબારી સભ્યોની બિનહરીફ વરણી બાદ આજે પ્રમુખ સેક્રેટરીની પણ બિનહરીફ વરણી થઈ હતી.

Loading

   જેતપુર મતવિસ્તારમાં ધારાસભ્ય જેવો દબદબો ધરાવતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનનું પ્રમુખપદ ઘણા સમયથી ખાલી હતું. જેથી એસોસિએશનનો તમામ આર્થિક વહીવટ પાંચ કારોબારી સભ્યોની બનેલી ગવર્નીંગ બોડી દ્વારા ચાલતો હતો. જેના કારણે આર્થિક નિર્ણયો લેવામાં ઘણી તકલીફો પડતી હતી. જેથી સાડી ઉદ્યોગને કાયમી પ્રમુખની અતિ જરૂરીયાત હતી. પરંતુ સાડી ઉદ્યોગમાં પ્રદુષણના વિકરાળ પ્રશ્નને કારણે મોટાભાગના અગ્રણી ઉદ્યોગપતિઓને પ્રમુખ તો થવું હોય પરંતુ પ્રદુષણ નિવારણની જવાબદારી લેવી ન હોવાથી પ્રમુખનો પ્રશ્ન પેચીદો બની ગયો હતો.

      પરંતુ વાર્ષિક પચીસોથી ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતો અને લગભગ સીધી કે આડકતરી રીતે પચાસ હજાર જેટલા લોકોને રોજગારી આપતા ઉદ્યોગ માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અંગત રસ લઈ ગુરુવારના એસોસિએશનના તમામ સભ્યોની એક બેઠક બોલાવી તેમાંથી ૨૧ સભ્યોની કારોબારી બનાવી હતી. આ કારોબારીની આજે ડાઇંગ એસોસિએશનની ઓફીસ ખાતે પ્રથમ બેઠક મળેલ જેમાં પ્રમુખ તરીકે જેન્તીભાઈ રામોલીયા, સેક્રેટરી તરીકે દિપુભાઈ જોગીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. નવા પ્રમુખે પ્રદુષણ નિવારણને પ્રાથમિકતા આવામાં આવશે. અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચે બનવા જઈ રહેલા ડીપ સી ડિસ્ચાર્જ યોજનાનું પંદર દિવસમાં જ કામ શરૂ થઈ જશે અને તે પૂર્ણ થઈ ગયા બાદ પ્રદુષણનો પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે તેવું જણાવ્યું હતું.

જેતપુર:-સંજયરાજ બારોટ દ્વારા.

error: Content is protected !!