Gondal-Rajkot ગોંડલમાં મહિલાના પર્સમાંથી ૧ લાખના દાગીના સેરવી ચાર હિન્દીભાષી શખ્સો રફુચક્કર.

Loading

ગોંડલમાં કૈલાસબાગ પાસે આગળ મર્ડર થયુ છે અને પોલીસ ચેકીંગ ચાલુ છે તેમ કહી ૪ હિન્દીભાષી શખ્સો વોરા મહિલાના પર્સમાંથી ૧.૦પ લાખના દાગીના સેરવી રફુચક્કર થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ કૈલાસબાગ શેરી નં. ર, મહંમદી મંજીલમાં રહેતા ફરીદાબેન અબ્દુલહુસેનભાઇ ભારમલ ગઇકાલે બપોરે પોતાના ઘરેથી શેરીમાં જતા હતા ત્યારે ૪ અજાણ્યા હિન્દી ભાષી શખ્સોએ ઉભા રાખી આગળ મર્ડર થઇ ગયું છે. અમે તપાસમાં આવ્યા છીએ સોનાના દાગીના પહેરી જશો નહિ તેમ કહી દાગીના કઢાવી પર્સમાં રાખવાનું કહેતા ફરીદાબેને સોનાની બંગડી નંગ-ર, તથા સોનાની વીટી નંગ-૧ મળી કુલ ૧.૦પ,૦૦૦ ના દાગીના પર્સમાં રાખી દિધા હતાં. એ દરમિયાન ૪ શખ્સો પૈકી ર શખ્સોએ ફરીદાબેનનું પર્સ જોવા માંગતા તેઓએ પર્સ જોવા આપતા પર્સમાંથી સોનાના દાગીના સેરવી લીધા હતાં. બાદમાં ચારેય શખ્સો નીકળી ગયા બાદ ફરીદાબેન પર્સ ચેક કરતા સોનાના દાગીના ગૂમ જણાતા તેની સાથે છેતરપીંડી થઇ હોવાનું ખુલતા સીટી પોલીસમાં જાણ કરી હતી.

ગોંડલ પોલીસે ફરીદાબેનની ફરીયાદ ઉપરથી ૪ હિન્દીભાષી શખ્સો સામે આઇ. પી. સી. ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગોંડલના પી. આઇ. એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. એલ. ઝાલા તથા સ્ટાફ સીસી ટીવી ફુટેજના આધારે ચારેય હિન્દી ભાષી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!