Halvad-Morbi હળવદ ધાંગધ્રા નમૅદા કેનાલમાં સફાઈ કરવા મામલે આવેદનપત્ર આપ્યું.

Loading

હળવદ ધ્રાંગધ્રા નર્મદા કેનાલ ડિસ્ટ્રીબ્યુટરમા ઘણા સમયથી કેનાલમાં બાવળ અને વૃક્ષો ઉગી ગયા છે તેમજ કચરાનો ઢગ અને માટી હોવાથી નર્મદા કેનાલ સાફ કરવા‌ મામલે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખે એ નર્મદા સૌરાષ્ટ્ર ના કાપૅ જઈને અનેકવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો

ધાંગધ્રા હળવદ બ્રાન્ચ ડી ૧૯ ની નર્મદા કેનાલ ઘણા સમયથી ગાડા બાવળ હોવાથી છેલ્લા ૩ વર્ષથી સાફ-સફાઈ તે વૃક્ષો કાઢવામાં આવતા નથીજેના કારણે ડિસ્ટ્રીબ્યુટર માટીના થર ની જાડાઈ વધારે જાડા થઈ પાણી ઉંચાઈથી પણ વધુ છે જેના કારણે બ્રાન્ચ કેનાલ માંથી ડિસ્ટ્રીબ્યુટર માં પાણી આવી શકતું નથી ધાંગધ્રા‌ બ્રાંચની નર્મદા કેનાલમાં ગેઈટ મુકવામાં આવેલ નથી તેથી ધાંગધ્રા ની કેનાલ પાણીનું લેવલ વધતું નથી નદી ૧૯ માં પાણી આવતું નથી જે મામલે ભારત કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા નર્મદા સૌરાષ્ટ્ર શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે હાલ ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે આ ડી 19માં પાણીનું વહન થાય તો હળવદ તાલુકાના મિયાણી. મયાપુર .અમરાપર. રાયસંગપુર રાધનપુર રણજીતગઢ સહિતના ગામના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે ત્યારે ધાંગધ્રા કેનાલમાં મુકવા માટે ડી ૧૮ નર્મદા કેનાલ સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!