Halvad-Morbi રાજ્યના નાયબ મુખ્યમંત્રી એસ.સી‌ સમાજ વિરુદ્ધ ગેર બંધારણીય શબ્દ નું ભાષણ કરતા હળવદ SSD દ્રારા આવેદનપત્ર આપ્યું.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે મોરબીમાં જાહેર સભામાં‌એસ સી સમાજ પર અપમાનિત શબ્દો નું જાહેર સભામાં ભાષણમાં ઉપયોગી કરતાં સમગ્ર દલિત સમાજમાં રોષ ભભૂકી ઊઠયો છે દલિત સમાજની રોષની લાગણી ફેલાઇ ગઇ ત્યારે હળવદમાં સૈનિક સૈનિક દળ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપી શખ્દ શબ્દોમાં વખોડી કાઢી ને નાયબ મુખ્યમંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ હતી

રાજ્યના નાયબ મુખ્યમંત્રીગત એ ગત તારીખ ૩૦-૧૦-૨૦૨૦ ના રોજ મોરબી ભારતીય જનતા પાર્ટી ની જાહેર સભામાં અનુ.જાતિ માટે ગેરબંધારણીય શબ્દ નો પ્રયોગ કરતા સમગ્ર ગુજરાતમાં એસ સી સમાજ ની લાગણી દુભાઈ હતી અને ગેર બંધારણીય શબ્દ નો પ્રયોગ કરતા સમગ્ર દલિત સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી અને નાયબ મુખ્યમંત્રી એ પર એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે સહિતના વિવિધ મુદ્દાઓ મામલે સ્વયમ્ સૈનિક દળ દ્વારા હળવદ મામલતદાર ને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યુ હતુ અને નાયબ મુખ્યમંત્રી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ હતી સ્વયંમ સૈનિક દળ ના સૈનિકો દ્વારા આ મુખ્યમંત્રી ના ગેરબંધારણીય શબ્દો નો સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!