Upleta-Rajkot ઉપલેટાના ખેડૂતોએ જાતે કેનાલ સફાઈ હાથ ધરી નિદ્રાધીન તંત્રને જગાડવા નો પ્રયાસ કર્યો.
એક બાદ એક આકાશી આફતો અને લોક ડાઉનનો માર ખેડૂતોએ સહન કર્યો છે અને કપાસ મગફળી જેવા ખરીફ પાકો નિસ્ફળ જવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ફટકો પડ્યો છે. ખેડૂતોને હવે રવિ પાક પર આશા છે કે સમય સર કેનાલનું પાણી મળી રહે તો ધાણા, ઘઉં, જીરુ સહિતના પાક સારા થાઈ અને ઉત્પાદન સારૂ મળે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવી શકે અને ખેડૂતો પાસે પિયતના પાણીનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ ચાર્જ નાબૂદ કરવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે તાત્કાલિક રવિ પાક માટે પાણી કેનાલ મારફત આપવામાં આવે તો ખેડૂતોનો રવિ પાક સારો થાઈ એવી ખેડૂતોને આશા છે
ઉપલેટા પંથકના ખેડૂતોનું કહેવું છે કે ઉપલેટા પંથકના ખેડૂતોને શિયાળુ પાકના પિયત આપવા માટે અન્ય કોઈ વિકલ્પ નથી જેથી મોજ ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવે જેથી કરીને પિયત માટેનો પ્રશ્ન હલ થઈ જાય એમ છે પરંતુ તંત્રની અન આવડતના કારણે કેનાલની સફાઈ થઈ નથી જેથી ખેડૂતો રવિ પાકના પિયતને લઈને ચિંતિત છે જેથી રોષે ભરાયેલા ઉપલેટાના ખેડૂતોએ મોજ ડેમની કેનાલ પર પાણી આપવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા અને પાણી આપવા ની માંગ કરી હતી.
જો કેનાલનું પાણી સમય સર આપવામાં આવે તો છેવાડાના ખેડૂતોને શિયાળુ પિત માટે લાભ થાઈ એમ છે.
ઉપલેટા પંથકમાં આં વર્ષે વરસાદ સારો થવાને કારણે ઉપલેટા પંથકના મોજ અને વેણુ ડેમ છલોછલ ભરાયેલ છે. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા વ્યવસ્થાના અભાવને કારણે ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી ખેડૂતોએ વાવેતર કરેલ શિયાળુ પાક પણ મૂર્જય એવી સ્થિતિ છે. રોષે ભરાયેલ ખેડૂતોએ કેનાલનું પાણી આપવાની માંગ સાથે કેનાલ પર એકઠા થઇને સૂત્રોચાર કર્યા હતા અને પાણી આપવા ની માંગ કરી હતી.
ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.