Gondal-Rajkot. એસ ટી માં ચાલતી વોલ્વો બસ દ્વારા ૧ વર્ષ મા ૩૯ કરોડ થી વધુ ની જંગી નુકશાની:ગોંડલ ની આરટીઆઇ દ્વારા ચોંકાવનારો ખુલાસો.

Loading

ગોંડલ ના યુવા કૉંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા ખોટ ના ખાડા મા ચાલતી એસ ટી પાસે માહિતી માંગતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. જેમાં એસ ટી મા ચાલતી વોલ્વો બસ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન કેટલી ખોટ કે કેટલો નફો કરેલ તેના જવાબ મા એસ ટી દ્વારા માહિતી મળતા એક જ વર્ષ મા વોલ્વો દ્વારા ૩૯ કરોડ ૨૮ લાખ ની જંગી નુકશાની સામે આવી હતી. આટલી ખોટ હોવા છતાં એસ ટી દ્વારા વોલ્વો ના નવા નવા રૂટ શરૂ કરવામાં આવે છે તેમજ ખોટ કરતા રૂટ શા કારણે બંધ કરવામાં નથી આવતા તેવો પ્રશ્ન સ્વાભાવિક જોવા મળે છે.એક તરફ લોકલ તેમજ એક્સપ્રેસ બસો મા પૂરતો ટ્રાફિક મળતો હોય તેમજ સારી આવક થતી હોવા છતાં લોકલ અને એક્સપ્રેસ બસો ની સંખ્યા વધારવાની જગ્યાએ મોંઘીઘાટ ભાડા મા દોડતી વોલ્વો બસ ખોટ કરતી હોવા છતાં દોડાવવામાં આવતી હોવાથી મુસાફરો મા તર્ક વિતર્ક જોવા મળે છે. આટલી ખોટ કરતી હોવા છતા વોલ્વો ચલાવવામાં પાછળ શુ કારણ હોય શકે અથવા એસ ટી પોતે પણ આ વાત થી અજાણ હોય તેવું લાગી રહ્યું છે.

error: Content is protected !!