Gondal-Rajkot યુવા પેઢીને જાગૃતિ લાવવાનોસુંદર સંદેશ આપતી તા.૧૩/૧૧/૨૦૨૦નાં રોજ રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ યુવા સરકાર એક વિચાર..પ્રમોશન ખાસ આજે ગોંડલ માં થયું.
ગોંડલ ના નિર્માતા નિલેશ કાત્રોડીયા નિર્મિત ફિલ્મ યુવા સરકાર lockdown પછીના unlock માં થિયેટરમાં પ્રથમ નવીનક્કોર ગુજરાતી ફિલ્મ એટલે યુવા સરકાર ગોંડલ રાજકોટ સંપૂર્ણ શૂટિંગ પૂર્ણ કરી પૂરી રીતે ટેકનિકલી સજ્જ ફિલ્મ મુંબઇ નિર્માણ પામી. હર્ષલ માંકડ અને રક્ષિત વસાવડા લિખિત અને રક્ષિત વસાવડા દિગ્દર્શિત આ ફિલ્મ ગુજરાત ની પેહલી એવી ફિલ્મ બનશે જેમાં ખાદી ના જ પોશાક છે
યુવા લોકો ને રાજનીતિ માં સક્રિય ભાગ લેવા માટે ની પ્રેરણા છે અને ગોંડલ માં ગરબાકિંગ લિખિત અને કોરિયોગ્રાફડ ચેતન જેઠવા નો ગાંધીરાસ પણ છે ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં હર્ષલ માંકડ, આસ્થા મેહતા , મેહુલ બુચ ,જીતેન્દ્ર ઠક્કર, રાજુ યાજ્ઞિક,મિલન ત્રિવેદી હીતષ્વ નાણાવટી, સુજલ હલચલબોયજેવા અનેક નામી કલાકારો એ કલા પાથરી છે..આજ ફિલ્મ માં ચમકનાર નાટ્યજગત ના સિનિયર અરવિંદ રાવલ અને પલ્લવી વ્યાસ , અનિશ કચ્છી હર્ષિત ઢેબર,કાજલ અગરાવત દરેક એ ગોંડલ હાજરી આપી ..નિલેશ કંટ્રોડિયા ના સાહસ ને વધાવવા આજ સવાર થઈ જ ગોંડલ સજ્જ હતું
ફિલ્મ ના દિગ્દર્શક અને મુખ્ય કલાકારો એ ગોપાલ સખીયા ના ગોંડલ સાયકલ હેલ્થ કલબ ના મેમ્બર સાથે સાયકલ રેલી કરી ત્યારબાદ ત્રિશુલ ગ્રુપ ની શુભેચ્છા મુલાકાત અને ખાદી ના પ્રચાર પ્રસાર માટે ઉદ્યોગ ભારતી ની મુલાકાત લીધી અને ખાદી માટે લોકો ને પહેલ કરી ગંગોત્રી શાળા ની મુલાકાત બાદ યુવા સરકાર ટિમ એ નાનું ભાઈ ધદુક ના આશીર્વાદ લીધા અને સાંજે ગોંડલ ના નવનિર્મિત ટાઉનહોલ ખાતે પ્રેસ સંબોધી…આતકે સ્વાર્ણિમ આ ફિલ્મ માં વિષેશ ભૂમિકા ભજવનાર ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલેર ડોકટર અર્જુનસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન આપ્યું હતું..યુવા સરકાર ફિલ્મ નવેમ્બર ની 13 મી એ સિનેમા માં મૉટે પડદે રિલીઝ થઈ રહી છે ત્યારે સૌ નાગરિકો તેનો લાભ ઉઠાવે અને આ દિવાળી પારિવારિક મનોરંજન થી ઉજવે.