Halvad-Morbi. ટીકર ઘાટીલા નર્મદા કેનાલના ગાંડાબાવળ નો અડીંગો રોડ પર હોવાથી વાહનચાલકોને અકસ્માત થવાનો ભય.
ઘણા સમયથી નર્મદા કેનાલ પર ગાંડા બાવળ રોડ પર અડીંગો હોવા ના કારણે રહેતા ખેડૂતો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે
હળવદ માળીયા બ્રાંચની નર્મદા કેનાલ હળવદ તાલુકાના ટીકર ગામે થી પસાર થાય છે આ કેનાલમાં રોડ પર ગાંડા બાવળ અડિંગો જામ્યો છે જેના કારણે રોડ સાંકડો થઇ ગયો જેના કારણે વાહનચાલકો પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે જેના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ગાડા બાવળ નો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં થી ધાંગધ્રા માળિયા બ્રાંચની ની હળવદ તાલુકાના ટીકર ગામે થી પસાર થાય છે નર્મદા કેનાલમાં ને રોડ પર મસમોટા ગાડા બાવળ જામેલો છે જેના કારણે ખેડૂતોને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે ગાડા બાવળ રોડ પર જામેલા હોય તોસાંકડો થઇ જતાં તેના કારણે હળવદ અને માળીયા તરફ આવતા વાહનો ચાલકો અને ઘાટીલા તરફ આવતા બંને સાઈડ ના વાહન ચાલકો ઓ અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ ઘાટીલા રણમાં આબલી વાતળી મેલડી માતાજીનું મંદિર આવેલું દર રવિવારે તેમજ દર પૂનમે લોકો દર્શન કરવા આવે છે શ્રધાળુ ને પણપારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ભુતકાળમાં નર્મદા કેનાલમાં રોડ પર અનેકવાર અકસ્માત થવાનો બનાવો બન્યા છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે ગાડાબાવળ કાપીને નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.