Halvad-Morbi રોટરી કલબ હળવદ અને RCC ક્લબ ટીકર દ્વારા ફુટપાથ ઉપર બુટ ચપ્પલનુ રીપેરીંગ અને બુટ પોલીસ કરતાં 3 મોચીકામ કરવા વાળાને ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની કિટ અપઁણ કરવામાં આવી.

આ કિટમાં પેટી, એકલવાઇ, હથોડી, પક્કડ, રાપી, હેમરી, બ્રશ, પોલીસ ડબ્બા, દોરી, વાધરી, ખીલી, પાણીનુ ટબ, કાતર, ધોકો, આર, ડિસમીસ, કાગળા સાણસી, સોલ્યુશન, જંબુર, છલ્લી, હાથો, મીણ તેમજ છાયડા માટે છત્રી જેવા નાના મોટા ઉપયોગમાં આવતા 20 થી વધુ વિવિધ પ્રકારના તમામ સાધનોની કિટ બનાવીને આપવામાં આવી હતી.

આજના આ આધુનિક યુગમાં લોકો સમયના અભાવને હિસાબે મોચી પાસે જૂતા બનાવતા નથી હોતા.
દુકાને કે શોરૂમ જઈને રેડિમેઇડ જુતા ચપ્પલની ખરીદી કરતા હોવાથી આ મોચીકામ કરતા લોકોનો જે બાપ દાદાનો અને પેઢી દર પેઢીનો વારસાગત અને જુનો ધંધો હતો તે બંધ થવાના આરે છે કે લુપ્ત થવાને આરે જોવા મળે છે.
આ લોકો પાસે શિક્ષણનો અભાવ અને બીજી કોઇ પણ પ્રકારની આવડત કે કુનેહના અભાવે અને હરીફાઈના આ યુગ માં રોકાણ કરીને બીજો કોઈ ધંધો કરી શકે એવા સક્ષમ નહીં હોવાથી નો છુટકે આજ કામ કરી ને ઘર પરિવાર નુ પાલન પોષણ અને ગુજરાન કરવુ પડતુ હોય છે.

આ ભયંકર મોંઘવારીના યુગમાં એમના આ નાના એવા ધંધાના નવા અને પુરા સાધનો લેવા એ પણ એમના માટે મુશ્કેલ છે.
ખરેખર જો જોવા જઇએ તો આ સમાજ ના આવા જુજ માણસો તેમનો વારસો અને સંસ્કૃતિ ટકાવી રાખી છે. તેમના માટે આ જ ધંધો તેમનો ઉધોગ છે .
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા આ કામ કરતી જ્ઞાતિના આ વર્ષો જુના વારસાને ટકાવી રાખવા અને પ્રોત્સાહિત કરવાના શુભ સંકલ્પ સાથે આ પ્રોજેક્ટને અમલમા મુકવામાં આવ્યો હતો .
બધાએ કિટ મેળવીને અપાર ખુશી મેળવી હતી.
તેમના જણાવ્યા મુજબ એમના માટે હજી સુધીમા કોઈ એ કોઈ દિવસ કાંઇ વિચાયુઁ નથી કે મદદ કે સહાય આપી નથી.
ઉનાળાના આવા તડકામા રક્ષણ માટે તેમજ ચોમાસામાં કામ કરવામાં વરસાદી અડચણ દૂર કરવા અમારી પાસે છત્રી પણ હતી નહી. જેથી ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી.


આ રોજી રોટીની કિટ મળતા તેમને દિલથી કલબનો આભાર વ્યક્ત કર્યો હતો. ટીકર ગ્રામ્યજનોએ પણ આ પ્રોજેક્ટને ખુબજ સરાહનીય અને ઉમદા કાયઁ ગણાવીને ખૂબજ આવકાર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રોજેક્ટનું ડોનેશન ડો.બી.ટી. માલમપરા, રોહિતભાઈ મેંઢા, મહિપાલસિંહ જાડેજા તરફથી આપવામાં આવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!