Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ અને RCC ક્લબ ઓફ ટીકર દ્વારા સ્કૂલમાં હેન્ડ વોસિંગ સ્ટેડ મુકવામાં આવ્યું.
ટીકર ગામની પ્રાથમિક શાળામાં 625 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
હાથ ધોવાથી બીમારી અને ચેપ અટકાવી શકાય છે હાથ ધોવાનું મહત્વ અને ફાયદાઓ વિશે સૌ કોઈ સારી રીતે વાકેફ જ હોય છે.
બાળકોને નાસ્તા કે જમતા પહેલા કે રમત ગમત બાદ હાથ ધોવામાં સુલભતા અને સગવડતા રહે એવા હેતુથી તેમજ હાલ ની કોરોના વાયરસની મહામારીમાં હાથ ને વારંવાર સ્વચ્છ કરવાનું વધુ જરૂરી બન્યું છે ત્યારે રોટરી હળવદ દ્વારા સ્કૂલના બાળકોના માટે પ્યોર સ્ટેનલેસ સ્ટીલનું 10 નળ વાળું મજબૂત અને ટકાઉ એવું હેન્ડ વોસિંગ સ્ટેડ સ્કૂલના પ્રાંગણમાં ઉભું કરવામાં આવ્યું.
જેનું ડોનેશન ચી. વેદ ના પ્રથમ જન્મદિન નિમિતે નિધિ જીજ્ઞેશભાઈ પટેલ, કડી, હાલ યુ.એસ.એ. તરફથી આપવામાં આવ્યું હતું.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.