Halvad-Morbi હળવદ ની સરકારી હોસ્પિટલ માં કચરાનો ઢગ રોગચાળો થવા નો ભય.
હળવદ ની સરકારી હોસ્પિટલમાંઘણા સમયથી બગીચામાં કચરાનો ઢગ પ્લાસ્ટિક ઝભલા ચાની પ્લાસ્ટિક ની પ્યાલી સહિતના કચરાના ઢગલા જોવા મળે છે જેના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને રોગ થવાનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી હળવદ વાસીઓ ની માંગ ઉઠવા પામી છે
હળવદ ની સરકારી હોસ્પિટલમા ઘણા સમયથી કચરાનો ઢગ જોવા મળે છે સરકારી હોસ્પિટલની બહાર બેસતા લારી ગલ્લાવાળા. ફેરિયાઓ ચાના કપ પ્લાસ્ટિકના ઝબલા સહિતના વિવિધ કચરો ફેકીને સરકારી દવાખાનામાં ગંદકી ફેલાવે છે સરકારી હોસ્પિટલના પટાગણમાં કચરાના ઢગ જોવા મળે છે અહી આવતા દર્દીઓને કુદરતી વાતાવરણ મળે રહે અને પર્યાવરણ મળી રહે તેવા હેતુથી વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં ની સામે ગાર્ડન બનાવ્યો છે પરંતુ આ ગાર્ડનમાં કચરાનો જોવા મળે છે જેના કારણે સરકારી હોસ્પિટલ માં આવતા દર્દીઓને રોગચાળા થવાની ભીતી સતાવી રહી છે હોસ્પિટલમાં મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે જેના કારણે દર્દીઓને અને હોસ્પિટલ ના સ્ટાફના માણસોઓ પણ બીમારીમાં સપડાવવાની દહેશત ત્યારે સરકારી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી હળવદ વાસીઓની માંગ ઉઠવા પામી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.