હળવદ માં સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલ માં રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ઉજવણી નું આયોજન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં હળવદ નગર ના સર્વે સમાજ ના અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ ના આગેવાનો જોડાયા હતા
અને પૂજ્ય સંતો મહંતો નું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું જેમાં ધ્રાંગધ્રા થી પરમ પુજ્ય શ્રી વિવેક સાગરજી મહારાજ અને હળવદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પરમ પૂજ્ય શ્રી દીપકદાસજી મહારાજ એ સામાજિક સમરસતા અને મહર્ષિ વાલ્મિકીજી ના જીવન ના મહાત્મ્ય અંગે હાજર સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને હિન્દૂ સમાજ માં સમાનતા થકી જ રાષ્ટ્ર મજબૂત બનશે
તે વાત સૌ ને કહી હતી અને દરેક નાગરિક “મમ ભાવ , સમ ભાવ” સૂત્ર ને પોતાનો જીવન મંત્ર બનાવે તે માટે ખાસ આહવાન કર્યું હતું અને હળવદ ના સિનિયર એડવોકેટ વી.કે.મકવાણા એ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો આ કાર્યક્રમ માં હળવદ ની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થા ના આગેવાનો અને અગ્રગણ્ય ડોકટરશ્રીઓ – વકીલશ્રીઓ અને વેપારી આગેવાનો જોડાયા હતા અને સહ વિશેષ વાલ્મિકી સમાજ ના જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા અને સામાજિક સમરસતા થકી જ રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા શુભ આસય થી આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સામાજિક સદભાવ સમિતિ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.