Upleta-Rajkot ઉપલેટામાં ભાજપ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
ઉપલેટામાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 145 ની જન્મજયંતિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત અને ભારત રાષ્ટ્રના નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત ભાજપના વડીલ કહી શકાય એવા કેશુભાઈ પટેલ કે જેમની લોકો કેશુબાપાથી ઓળખે છે તેવા ભાજપના વડીલ અગ્રણીના અવસાન બાદ આજે તેમને ઉપલેટા ભાજપ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પાલિકા સભ્યો, યુવાનો, અગ્રણીઓ, હોદેદારો વગેરે ઉપસ્થિત રહી અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કઈ હતી.
ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.