Halvad- Morbi હળવદ ની તક્ષશિલા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ સ્કૂલ અને વતન નું નામ રોશન કર્યું: ભારતરત્ન લતામંગેશકરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોળ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી પ્રથમ નંબર દ્રિતીય નંબર મેળવ્યો.

Loading

હળવદ ની તક્ષશિલા વિદ્યાલય દ્વારા ભારતરત્ન લતામંગેશકરના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં દેશભરમાંથી બાળકોએ ભાગ લઈ પોતાની કળા રજુ કરી હતી. જેમાં હળવદ થી ઠાકોર અમન હસમુખભાઈ અને સનુરા વીમલ રમેશભાઈ ઓપન કેટેગરી ડાન્સ સ્પર્ધામાં ભાગ લઈ સોળ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી પ્રથમ નંબર ઠાકોર અમન હસમુખભાઈ મેળવ્યો અને દ્રિતીય નંબર સનુરા વીમલ રમેશભાઈ મેળવ્યો હતો. આથી સ્કૂલ તરફથી ઠાકોર અમન હસમુખભાઈ અને સનુરા વીમલ રમેશભાઈ ને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયું હતુ. જેમા ફેસબુક ફેમસ અજ્જુભાઈ તરફથી ખુબજ સપોર્ટ મળ્યો છે. સ્કૂલનું નામ રોશન કરનાર બને વિદ્યાર્થીઓ ને તક્ષશિલા વિદ્યાલય નાં ડિરેક્ટર શ્રી ડો.મહેશભાઈ પટેલ તથા સ્ટાફના સભ્યો એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!