Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.
ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે એક મીટીંગ યોજાયેલ હતી. તેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓને પીઆઇ દ્વારા તહેવારોમાં ભીડ ન થાય તે માટે તાકીદ કરાયેલ હતી. ઇદે મિલાદ નિમિતે ધોરાજીના મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ અને ન્યાઝ સહિતના કાર્યક્રમો રદ કરી ઇદ-એ-મિલાદની સાદાયથી ઉજવણી કરાયેલ હતી.
મસ્જિદોમાં ધાર્મિક વિધિઓ રાબેતા મુજબ કરાયેલ હતી. મુસ્લિમ સમાજના બિરાદરોએ ઇબાદત કરીને દુઆકરી હતી. ધોરાજીના પીઆઇ જાડેજા અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ હતો.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.