Gondal-Rajkot ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો નું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું.
આ વિરોધ માં મહંમદ પેગમ્બર સાહેબનાં વિવાદિત કાર્ટુન ક્લાસમાં દેખાડનાર શિક્ષકની હત્યા બાદ મૅક્રોએ જે નિવેદન આપ્યું તેના કારણે મૅક્રો એ મહંમદ પેગમ્બર સાહેબ નું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની લાગણી ને ઠેસ પહોંચાડતા તમામ મુસ્લિમ રાષ્ટ્રો માં મુસ્લિમ સમુદાયે ફ્રાન્સ નાં રાષ્ટ્રપતિ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેના ભાગ રૂપે ગોંડલમાં ગુંદાળા દરવાજા પાસે ફ્રાન્સ નાં રાષ્ટ્રપતિ નું પૂતળું સળગાવી ગોંડલના મુસ્લિમ સમુદાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.