Jasdan-Rajkot જસદણમાં આજે ઇદે મિલાદની ઉજવણી અત્યંત સાદાઈથી કરવામાં આવી.
જસદણમાં આજે ઇદેમિલાદના પર્વ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરોએ સાદાઈથી ઉજવણી કરી રસુલેખુદાને ગર્વભેર યાદ કર્યા હતાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૪૪૯મી જન્મજયંતિને લઈ જસદણ સુન્ની મુસ્લિમ સમાજમાં સરકારની ગાઈડલાઈન મુજબ છેલ્લા બાર દિવસથી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજે પ્રખર માનવતાવાદી મોહમ્મદ સાહેબની જન્મજયંતિ હોય તે સંદર્ભે આજે જસદણના સુન્ની મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે પયગમ્બર સાહેબને સલામી આપી ગર્વભેર યાદ કર્યા હતાં છેલ્લાં બાર દીવસથી જસદણમાં મિલાદ વાએઝ કુરાન પઠન બાલ મુબારકના દીદાર વગેરે ધાર્મિક કાર્યક્રમો થતાં હતાં અને આજે ઇદેમિલાદના દિવસે સવારે સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઈબાદત સાથે કાળુંપીર સરકાર પાસે જઈ દેશ અને ગુજરાત રાજ્યની પ્રગતિ કોરોનાની મહામારી જલ્દીથી નાબૂદ થાય દેશના દરેક બાંધવો સુખી થાય તેવી દુઆ પ્રાર્થના ગુજારી એકમેકને ઇદેમીલાદની શુભેચ્છાઓ પાઠવી મોહંમદ સાહેબને ગર્વભેર યાદ કર્યા હતાં.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.