Jasdan-Rajkot જસદણ માં એક પણ કેસ ન નોંધાતા જસદણમાં કોરોના વોરિયર્સના ગરબા.
જસદણમાં કોરોના આવ્યો ત્યારથી આજદિન સુધીમાં એકપણ દિવસ કોરોના પોઝિટિવ કેસ વગરનો રહ્યો ન હતો . પરંતુ સોમવાર કંઇક અલગ ઉગ્યો હતો અને જસદણ – વીંછિયા તાલુકામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહિ નોંધાતા જસદણની સરકારી હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરના ગ્રાઉન્ડમાં કોરોના વોરિયર્સ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને જસદણ નિસ્વાર્થ સેવા સમિતિના સભ્યોએ મનમૂકીને રાસ રમી પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી.
આ તકે જસદણ નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી સહિતનાઓ દ્વારા તમામ ખેલૈયાઓને આઈસ્ક્રીમ ખવડાવી તેમના આનંદમાં સહભાગી બન્યા હતા.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.