Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડુબી ગયા છે.
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૭૭ વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.
૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યકત કરતા જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.’ બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ.
મહત્વનું છે કે, ૨૫ ઓકટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ ૮૩ વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
આજે ગુજરાતી ફિલ્મોના પ્રશંસકો માટે એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ ૭૭ વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.
તમને જણાવીએ કે, ૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના…તારો બાપ ભગાડે’ ગાઈને ઢોલ વગાડયો હતો.
આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ… તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
નરેશ કનોડિયાનો પરિવારઃ નરેશ કનોડિયાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એકિટંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એકટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે.
તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એકટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.
◆નરેશ કનોડિયાની ગુજરાતી સફળ ફિલ્મો◆
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.
209 thoughts on “Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.”
Comments are closed.