Halvad-Morbi હળવદના સરા રોડ પર આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ માલ સામાન રોડ પર ગોઠવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે

Loading

હળવદ સરા ના નાકે થી  આંબેડકર કોમ્પ્લેક્સ સુધી સામેનો નો  રોડ વચ્ચેનો રોડ ટ્રાફિક સમસ્યાથી દિવસે દિવસે વધતી જાય છે હાલ તહેવારોમાં લોકો ઓ ખરીદી કરવા આવતા હોય છે   ત્યારે સી એન જી રીક્ષા તેમજ છકડો રીક્ષા મોટરસાયકલ તેમજ  વેપારીઓ દુકાને બહાર  રસ્તા પર માલ સામાન ખડીકી ને ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે જેના કારણે રાહદારીઓ વૃદ્ધો તેમજ હોસ્પિટલ જવામાટે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે  યોગ્ય કાર્યવાહી કરે તેવી હળવદ વાસીઓ માંગ ઉઠવા પામી છે.


હળવદ શહેર માં ધાંગધ્રા દરવાજા બહાર તેમજ બ્રાહ્મણને ભોજન શાળા સરાના નાકે થી લઈ ને  આંબેડકર કોમ્લેક્સ સુધીનો રોડ તેમજ સામેની સાઈડ નો  મેઈન  રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્ય સર્જાય છે હાલ તહેવારો નજીક માં આવતા હોય ત્યારે લોકો ખરીદી  કરવા આવતા હોય છે ત્યારે છકડા રિક્ષા સી એન જી રીક્ષાઓ મોટરસાયકલ તેમજ ફોર વ્હીલર વાહનો જ્યાં ત્યાં  અડીંગો જામ્યો હોય છે  આ અંગે રાજુભાઈ. ગોપાલ ભાઈ જણાવ્યા પ્રમાણે  દુકાનદારો દુકાનથી રોડ ઉપર પોતાના ઓટલા ઉપર માલ સામાન ગોઠવી અને પોતાના અંગત સ્વાર્થ માટે હળવદ વાસીઓ પીડાઈ રહ્યા છે રસ્તા પરના ટ્રાફિક જામ ના કારણે  રાહદારીઓ અને વૃદ્ધો અને  હોસ્પિટલમાં જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે સરા રોડ પર ભારે વાહનોનો ફોર વ્હીલર. એસટી બસ. તેમજ ટ્રક આઈસર‌ હોલસેલના વેપારીઓને ત્યાં  માલ ઉતારવા આવતાં હોય છે જેના કારણે જેના કારણે ટ્રાફિક પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી  માંગ ઉઠવા પામી છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!