Gondal-Rajkot શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન.
ગોંડલ શહેરમાં દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ મુજબ સરકારી ગાઈડલાઈનના અમલ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/10/FB_IMG_1603644611914-1024x684.jpg)
વેદોમાં આપેલ વર્ણન અનુસાર દશેરા ક્ષત્રીય સમાજના મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જે અનુસંધાને આજ રોજ સાદગીપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ શ્રી ગણેશભાઈ (જ્યોતિરાદીત્યસિંહ જાડેજા) તથા રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તથા યુવાનોએહાજરી આપી હતી.બ્રિજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા મંત્રી શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ – ગોંડલ.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/10/IMG_20201024_174746-1024x791.jpg)