Halvad-Morbi દિધડિયા ગામે વાડી વિસ્તારમાંથી ૧૭વષૅની યુવતીને ભગાડી જતાં સગીર વયની યુવતીનામાતાએ ફરિયાદ નોંધાવી.
હળવદ પંથકમાં સગીર વયની યુવતીને ભગાડી જવાના બનાવમાં દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ બે દિવસ પહેલા દિધડીયા ગામ ની વાડી વિસ્તારમાં રહેતી ૧૭વર્ષની સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા શખ્સ સામે યુવતી ના માતાએ પોલીસમાં ફરિયાદ કરેલ હતી.
મૂળ હળવદ તાલુકાના જોગડના વડગામના રહેવાસી હાલ હળવદ તાલુકાના દિઘડિયા ગામે ખેત મજૂરી કામ કરીને પરિવારનું પેટીયું રળતા વાડી વિસ્તારમાં રહેતા રેખાબેન રમેશભાઈ મજેઠીયા કોળી ની 17 વર્ષની સગીર વયની યુવતીને ગત તારીખ ૨૩/૧૦ના રોજ અશોકભાઈ કેશાભાઈ કોળી નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના લગ્ન કરવા ના ઇરાદે દીઘડિયા ગામ ની વાડી વિસ્તારમાંથી ભગાડી જતા સગીર વયની યુવતીને માતા રેખાબેન કોળીએ હળવદ પોલીસમા અશોકભાઈ કેશાભાઈ કોળી સામે ફરિયાદ કરેલ હતી ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.