Bhavnagar ભાવનગર શહેરમાં ક્ષત્રિય યુવા સંગઠન હોદેદારો દ્વારા રાજપંથ પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય ધર્મની ગૌરવશાળી પરંપરાગત દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

કાળીયાબીડ સીદસર ક્ષત્રિય યુવા સંગઠન ના પ્રમુખશ્રી લખધીરસિંહ જાડેજા અને સંગઠન હોદેદારો દ્વારા તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર ના રોડ રાજપથ પાર્ટી પ્લૉટ માં ક્ષત્રિય ધર્મ ની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરમપરાં મુજબ દશેરા નું શસ્ત્રપૂજન કરવામાં આવિયું હતું જેમાં માજી સૈનિકો યુવાનો અને વડીલો ની બહોળી સંખ્યા દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવિયું હતું


અને યુવાનો અને વડીલો એ તલવાર બાજી માં ભાગ લીધો હતો અને આ સંગઠન દ્વારા ક્ષત્રિય સમાજ ના, જરૂરિયાત મંદ બાળકોને વિના મુલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવિયું હતું સમાજમાં શિક્ષણ નું પ્રમાણ વધે અને વધુમાં વધુ લોકો શિક્ષણ તરફ, પ્રેરાય તે માટે કાળીયાબીડ સીદસર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા 10000, ચોપડા નું વિતરણ કરવામાં આવશે.

error: Content is protected !!