Upleta-Rajkot ઉપલેટામાં ગોંડલ સ્ટેટના મહારાજ સર ભગવતસિંહજીની ૧૫૫ મી જન્મજયંતી ઉજવાઈ.
બાપુના બાવલા ચોકમાં તખ્તિનું અનાવરણ તથા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
આજથી બરાબર ૧૫૫ વર્ષ પહેલાં ધોરાજી મુકામે સંગ્રામસિંહજી જાડેજાના ઘરે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. સર ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનુ ઉપનામ ગોંડલબાપુ છે તેમજ તે ભગાબાપુ તરીકે પણ ઓળખાય છે. ગોંડલબાપુએ ૧૮૮૪ માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી. ગોંડલબાપુએ પોતાના રાજ્યમાં પ્રથમ ટેલીફોનીક લાઇન સન ૧૮૮૭ માં નાખી હતી. ગોડલ સ્ટેટના વખતમાં ગોડલબાપુનુ અતિ પ્રિય શહેર ઉપલેટા હતું. ઉપલેટાના નકશા પ્રમાણે રોડ રસ્તા તેમજ શહેર ચારે તરફથી શહેર એકસરખુ લાગે છે. ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી મહારાજના પોતાના રાજ્યની અંદર નીતિનિયમો કડક અને આકરા પણ બનાવેલ હતા. આ નીતિનિયમો તેમની પ્રજા માટે અત્યંત ફાયદાકારક પણ હતા. તેમના રાજ્યમાં લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેમજ લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની તકેદારી ગોંડલ સ્ટેટના મહારાજ એવા અરબ ભગવતસિંહજી મહારાજા રાખતા હતા.
તારીખ 24 ઓક્ટોમ્બર એટલે ગોંડલ સ્ટેટના મહારાજ એવા રાજા સર ભગવતસિંહજીની ૧૫૫ મી જ્ન્મ જયંતિ. આ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ બાપુના બાવલા ચોકમાં આવેલી ગોંડલ બાપુની પ્રતિમા પર ઉપલેટા પંથકના લોકો દ્રારા પુશ અર્પણ તેમજ હારતોરા કરવામાં આવ્યું હતુ અને સાથે સાથે અહીંયા એક તખ્ટીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, શહેરીજનો, ક્ષત્રિય સમાજના લોકો તેમજ સમાજના લોકો, રાજકીય આગેવાનો, હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગોંડલ બાપુની ૧૫૫ મી જન્મ જયંતી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સ્ટેટના લોકો આજે પણ બાપુનું નામ ગર્વથી લ્યે છે તે સાથે લોકો આજે પણ પોતાને ગર્વથી ગોંડલ સ્ટેટના વતની તરીકે જણાવે છે અને ગર્વ અનુભવે છે.
ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.