Gondal-Rajkot ગોંડલ માં સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન.
ગોંડલમાં સુન્ની મુસ્લિમ યંગ કમીટી તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમિટી નાં સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે
કોરોના ની મહામારી ને લઈને બ્લડ ની જરૂરિયાત દર્દીઓને સમયસર પહોંચી વળવા માટે સૌપ્રથમ વાર સુન્ની મુસ્લિમ યંગ કમીટી ના પ્રમુખ આમદભાઈ ચૌહાણ, તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમીટી નાં પ્રમુખ રજાકભાઈ કથરોટીયા,(ધમાભાઈ)નાં નેજા હેઠળ તા ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારનાં રોજ સવારે ૧૦:૦૦થી સાંજના ૪:૦૦ કલાક સુધી મોવિયા રોડ ઘાંચી જમાત ખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હિન્દુ-મુસ્લિમ બિરદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બ્લડ ડોનેટ કરવાના હોવાથી અત્યાર થીજ ઘાંચી જમાત ખાના ખાતે તૈયારીઓ આરંભી છે આ કેમ્પને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો પત્રકાર અફઝલ પરિયાટ,જાહિદ સાવણ,આસિફબાપુ કાદરી,બાશીર શેખા. મેમણ જમાત સેક્રેટરી, બશિરબાપુ કાજી,ઉમરભાઈ કુરેશી સહિતના કમિટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે સુન્ની મુસ્લિમ યંગ કમીટી ના પ્રમુખ આમદભાઈ ચૌહાણ એ અપીલ કરી છે કે બ્લડ ડોનેટ કરવા માટે લોકો એ સ્વૈચ્છીક રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરી હતી.