Jasdan-Rajkot જસદણ સરકારી હોસ્પિટલના એમ ડી ગાયનેક તબીબ ડો. વિશાલ શર્માની બેનમૂન કામગીરી:મોટા દડવા ગામની ખેતમજૂર મહિલાની તાત્કાલિક સિઝેરિયન પ્રસુતિ કરાવી જીવ બચાવ્યો.
જસદણમાં ખાનગી પલ હોસ્પિટલના સેવાભાવી એમ ડી ગાયનોલોજીસ્ટ ડો. વિશાલ શર્મા છેલ્લા ત્રણ માસથી જસદણની સરકારી હોસ્પિટલમાં સમયસર સેવા આપી રહ્યાં છે એમણે આજે એક ખેતમજૂર મહિલાની જોખમી પ્રસુતિ પાર પાડવાની માનવતાવાદી કામગીરી કરતાં ગરીબ પરિવારમાં રોનક વધારી હતી આ અંગેની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના પણ હાલમાં જસદણ નજીક આવેલ મોટા દડવા ગામે રહી ખેત મજુરી કરતાં મહિલા કવિતા રમેશભાઈ અલાવને પ્રસુતિની પીડા ઉપડતાં તેમનો પરિવાર જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ આવેલ પણ જ્યારે આ મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવેલ ત્યારે ડોક્ટરની ફરજ પણ નહોતી અને પ્રસૂતા દર્દથી ખૂબ કણસતી હતી આ ગરીબ પરીવાર પાસે એટલા પૈસા પણ નહોતાં કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે અને રાજકોટ લઈ જવામાં આવે તો પણ મોડું થઈ જાય આવી પરિસ્થિતિમાં ડો વિશાલ શર્માએ એક પળનો વિલંબ કર્યા વગર જસદણ સરકારી હોસ્પિટલના કાર્યદક્ષ અધિક્ષક ડો. રાકેશ મૈત્રી અંગે ચર્ચા કરી તાત્કાલિક ઓપરેશન થિયેટર ખોલાવી પ્રસૂતાનું સિઝરયન કરી આ ગરીબ મહિલાનું જીવન બચાવતાં પરિવારના દરેક સભ્યોએ ડોકટરોનો આભાર માનેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ સરકારી હોસ્પિટલમાં કાયમી ધોરણે કોઈ કાયમી ગાયનોલોજીસ્ટ ન હોવા છતાં પણ અધિક્ષક ડો.રાકેશ મૈત્રીની કાબિલે દાદ કુનેહભરી કામગીરીના કારણોસર હજ્જારો પ્રસૂતાઓને એક પણ નયા પૈસાના ખર્ચ વગર પ્રસુતિ થઈ છે આવા સમયે ડો. વિશાલ શર્માનો સાથ મળતાં અનેક ગરીબ પરિવારોને ખુશી મળી છે નોંધનીય છે કે જસદણ સરકારી હોસ્પિટલમાં ટાંચા સાધનો આમ છતાં દરેક વિભાગનો તમામ સ્ટાફ દર્દીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતો હોવાથી દર્દીઓને જબરી રાહત છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.