Upleta-Rajkot ઉપલેટામાં મહિલાને તેમના પતિ દ્વારા ઢોર માર મારી રસ્તે તરછોડી મૂકવાનો કિસ્સો આવ્યો સામે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાગલા ગામે સાસરે રહેતી મેરૂન અકબરશા શેખ નામની મહિલાને તેમના જ પતિ દ્વારા ઢોર માર મારી અને તેમના માવતરને ગામ ઉપલેટા રસ્તે તરછોડી મૂકવાનો એક કિસ્સો ઉપલેટામાં સામે આવ્યો છે.
આ ઘટનાની જો વાત કરવામાં આવે તો તેમના પરિવાર દ્વારા જણાવ્યા પ્રમાણે આ મહિલાના લગ્ન બે મહિના પહેલા જ થયા છે. લગ્ન બાદ આ મહિલાનો પતિ અકબરશા શેખ દ્વારા તેમણી પત્ની મેરૂન પર અનેક શંકાઓ કરતો અને મેરૂનને માર પણ મારતો તેવું મેરૂન દ્વારા જણાવાયું. અગાઉ પણ પતિ દ્વારા માર મરવામાં આવ્યો હતો તે આ મહિલા સહન કરેલ અને આ બાબતે મહિલાએ કોઈને પણ જાણ ન કરતી પરંતુ આજ વખતે તો તેમના પતિ દ્વારા તેમની પત્ની મેરૂનને પાઇપ, છત્રી, તેમજ જે કંઈ પણ હાથમાં આવ્યું તેમના વડે ઢોર માર મારવામાં આવ્યો ઉપરાંત તેમનું મોઢું સોજી જાય ત્યાં સુધી તેમના ગાલો ઉપર થપ્પડો પણ મારવામાં આવી તેવું મહિલાએ જણાવ્યુ.
આ ઢોર માર મહિલાને લાગતા મહિલા બેભાન થઈને ઢળી પડી હતી અને બાદમાં મહિલાને ભાન આવતા વધુ ગભરાહટમાં આવી ગઈ અને પોતે બીકના કારણે કંટાળી અને જાતે ફિનાઇલ પી લીધી હતી. આ ઘટના બાદ મહિલાના માવતર પરિવારને રાત્રે તેમના પતિ અકબરશા દ્વારા જાણ કરી કે તમારી દીકરીએ ફિનાઇલ પી લીધી છે તમે ઉપલેટા દવાખાને આવો અમે લઈને આવીએ છીએ.
જ્યારે આ મહિલાનો પરિવાર દવાખાને જવા માટે રવાના થતાં હતાં ત્યારે રસ્તામાં ફરી તેમના અકબરશાનો ફોન આવ્યો અને ત્યારબાદ રાત્રે અંદાજિત 12 વાગ્યા આસપાસ ઉપલેટા શહેરના ભાદર ચોકમાં મેરૂનને તેમનો પતિ તેમજ તેમનો દેવર સાથે અન્ય એક કાર ચાલક તરછોડીને જતાં રહ્યા.
તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ મેરૂન પાસે પહોંચ્યા ત્યારે તે એકલી બેભાન હાલતમાં પડી હતી. બેભાન હાલતમાં જોઈને પરિવાર દ્વારા હેમખેમ તુરંત રાત્રે દવાખાને સારવાર અર્થે લઈ ગયા અને હાલ આ મહિલા સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટના વિશે પરિવાર દ્વારા એવું જણાવાઇ રહ્યું છે કે તેઓએ આ સમગ્ર ઘટના વિશે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે. પરીવારના લોકોનું કહેવું છે કે આ ઘટના બન્યાને પાંચ દિવસ ઉપરાંતનો સમય વિતી ચૂક્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી નથી કરાઈ અને આ માર મારનાર અકબરશા સામે કોઈ પગલાં પણ નથી લીધા તેવું તેમના પરિવાર વાળા જણાવી રહ્યા છે.
મહિલાના પરિવારના લોકો એવું પણ કહી રહ્યા છે કે જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થાય તો અમો પરિવાર અને ફરિયાદી ફરિયાદ લઇ ને જાય તો ક્યાં જાય. હાલ તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ઘટનામાં પોલીસ કડક રાહે કાર્યવાહી કરી અને આ ઢોર માર મારનાર સામે કાયદાકીય પગલાં ક્યારે લેશે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.
ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.