Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા Dhoraji-Rajkot ધોરાજીમાં અમૃતમ કાર્ડ કઢાવવામાં લોકોને પડતી ભારે મુશ્કેલી બપોર પછી કામ બંધ રહેતા ધરમધક્કા પગલા લેવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત
ધોરાજીમાં માઁ અમૃતમ કાર્ડ કઢાવવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેમાં મોટાભાગે બપોર પછી અમૃતમ કાર્ડની કામગીરી બંધ રહેતી હોય લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે.
આ અંગે પગલા લેવાની માગણી સાથે સામાજિક કાર્યકર હરેશ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે સામાજિક કાર્યકર હરેશ પટેલે જણાવેલ છે કે ઘણા દિવસોથી મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવીટી ખાતે ધોરાજી શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને અમૃતમ કાર્ડ કઢાવવામાં જુદા જુદા બહાનાઓ બતાવીને ધક્કા ખવડાવાય છે. અવારનવાર પ્રિન્ટર ખરાબ છે કે કાર્ડ પૂરા થઇ ગયેલ છે. રીબીન ખલાસ થઇ ગયેલ છે. જેવા બહાના બતાવી અરજદારોને આ કાર્ડ માટે ધક્કા ખવડાવાય છે. આ અંગે સામાજીક અગ્રણી હરેશ પટેલે પગલા લેવાની માગણી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલ છે.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.