Jetpur-Rjakot જેતપુરમાં ૪૨ લાખની લૂંટ કરનાર બંને આરોપીની ઓળખ મળી: બન્ને આરોપીઓ પોલીસ નાં હાથ વેતમાં.


બુધવારે સવારે સેલ્સમેનની ઉપર હુમલો કરી રોકડ, ઘરેણા ભરેલો થેલો લૂંટીને પોલીસનું નાક કાપી ગયા હતા

સીસીટીવી ફૂટેજના આધારે થયેલી તપાસમાં લૂંટને અંજામ આપનાર બન્ને શખ્સ સ્થાનિક ટપોરી નીકળ્યા: સાંજ સુધીમાં ભેદ ઉકેલાઇ જવાનો પોલીસનો આશાવાદ

જેતપરુમાં બુધવારે સવારે સોની બજારમાં ઘરેણા દેવા આવેલા ધોરાજીના સેલ્સમેનની આંખમાં મરચાની ભૂકી છાંટી, છરીથી હુમલો કરીને રોકડ,ઘરેણા સહિત ૪૨ લાખની લૂંટ કરનાર બન્ને આરોપીની ઓળખ પોલીસને મળી ગઇ છે. સીસીટીવી ફૂટેજના આધારે થયેલી તપાસમાં લૂંટને અંજામ આપનાર બન્ને શખસ જેતપુરના સ્થાનિક ટપોરી હોવાનું ખૂલ્યું છે. સાંજ સુધીમાં બન્ને આરોપી પકડાઇ જવાનો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો છે.
જેતપુરના ઇતિહાસની સૌથી મોટી લૂંટની વિગત મુજબ, ધોરાજીમાં રહેતા અને રાજકોટમાં સોનાના ઘરેણા બનાવડાવી જિલ્લાના સોની વેપારીઓને માલ સપ્લાય કરતા સેલ્સમેન ચીમનભાઇ કારાભાઇ વેકરીયા નિત્યક્રમ બુધવારે સવારે જેતપુર સોની બજારમાં વેપારીઓને ઘરેણા દેવા આવ્યા હતા. નાના ચોક (સોનીબજાર) માં શ્રીહરી ગોલ્ડ નામના શોરૂમમાં ઘરેણા આપ્યા પછી ૯:૫૦ વાગે પગપાળા પાછળ જ મતવા શેરીમાં અન્ય શો-રૂમમાં માલ દેવા રવાના થયા હતા. રમાકાંત માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હેલમેટ પહેરીને ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખસે સેલ્સમેનની આંખમાં મરચાની ભૂકી છાંટી હાથમાંથી ઘરેણા ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આંખમાં બળતરા થઇ રહી હોવા છતાં સેલ્સમેને થેલો મજબૂત રીતે પકડી રાખતા તે ૫૦ ફૂટ સુધી ઢસડાયા હતા પરંતુ બન્ને લૂંટારાએ છરીથી હુમલો કરી ઘરેણા ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા. થેલામાં રૂ. બે લાખ રોકડા અને અંદાજીત ૭૦૦ થી ૮૦૦ ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી ૪૨ લાખનો મુદ્દામાલ હતો.
૪૨ લાખની લૂંટ થયાની માહિતી જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડીવાયએસપી સાગર બાગમાર, એલસીબી પીઆઇ એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત સેલ્સમેનને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે સ્થળે લૂંટ થઇ હતી ત્યાં આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી આ વિસ્તારને જોડતા તમામ માર્ગ પરથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરતા બન્ને લૂંટારાની કડી મળી હતી. પોલીસે બન્ને શકમંદ જે રસ્તે ભાગ્યાનું જણાયું.

error: Content is protected !!