Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા 60 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું દુકાન દારો ને દંડ ફટકાર્યો.
રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકા દ્વારા 60 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું દુકાન દારો ને દંડ ફટકાર્યો ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા અને ચાની પ્યાલીઓ કુલ 60 કિલો જપ્ત કરાયા જે અંગે ધોરાજી નગરપાલિકાના ચિફ ઓફિસર મનન ચતુર્વેદી તેમજ નગરપાલિકા સેનિટેશન વિભાગના અધિકારી યાસીનભાઈ કાંગડા અને ટિમ દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરનારા વેપારી ને ત્યાં ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા અને ચાની પ્યાલીઓ કુલ 60 કિલો જપ્ત કરી દુકાનદારોને 13,200 નો દંડ ફટકાર્યો હતો.
આ સમયે ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી એ જણાવેલ કે સરકારની ગાઇડલાઇન્સ મુજબ ધોરાજીમાં ઓછા માઈક્રો ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા તેમજ ચા ની દુકાનો અને લારીઓમાં પ્લાસ્ટિકની પ્યાલીઓ રાખેલી હતી એવા સ્થાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો અને અંદાજે 60 કિલો માલ જપ્ત કર્યો હતો હજુ ધોરાજી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી કરીને ધોરાજી શહેરના વેપારીઓએ તેમજ જાની તેમજ પાનના ગલ્લા વાળાઓ એ જાહેરમાં ગંદકી કરવી નહિં અને સરકારના નિયમ પ્રમાણે ધંધો કરે તે બાબતે લોકોને પણ જાગૃત રહેવા જણાવ્યું હતું.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.