Jasdan-Rajkot જસદણના ગરીબ જરૂરિયાતમંદ પ્રજાજનોને પી જી વી સી એલ નો અસહ્ય ત્રાસ:પ્રજાના પૈસે ચૂંટણી લડનારા નેતાઓનું ભેદી મૌન.

Loading

જસદણમાં કુદરતનો આફતોનો વરસાદ ખેડૂતોનો પીછો છોડતો નથી ત્યાં ગરીબ અને જરૂરિયાતવાળી પ્રજા પાસે વીજ બીલની બાકી રહેતી રકમ માટે પી જી વી સેલ એ આખા સ્ટાફને કડક ઉઘરાણી માટે ફોન રૂબરૂ ધકેલી કડક ઉઘરાણી શરૂ કરતાં ગરીબ લોકોને દિવાળી પૂર્વે દીપ નહિ પણ દિલ બળી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે જસદણના ગરીબ લોકોની સ્થિતિ લોકડાઉનથી અત્યાર સુધી ખરાબ રહી છે ટકે ટકનું કમાઈ ખાનાર વર્ગ જસદણમાં વધું રહે છે કોરોના વાયરસના કારણે લોકોને રોજગારમાં હજું પણ કળ વળી નથી તેથી પીજીવીસીએલ નું વીજ બિલ ઈમાનદાર ગ્રાહકો ભરી શક્યા નથી તેથી તેમને બિલના ચડતર અંગે હાલ પીજીવીસીએલ એ કડક ઉઘરાણી શરૂ કરતાં ગરીબ લોકોમાં ફફડાટ ફેલાયો છે નવાઈ ની બાબત એ છે કે જસદણમાં ઘરમાં સૌથી વધું વીજ ઉપકરણો ધરાવતાં શ્રીમંતોના મકાનો બગલાઓ ફ્લેટો મકાનો જેવી અનેક જગ્યાઓ પર બેફામ વીજચોરી વીજ કંપનીની મીઠી નજર હેઠળ થતી હોય ત્યાં આંખ આડા કાન થઈ રહ્યાં છે બીજી બાજું હાલ વીજ કંપની ગરીબ ગ્રાહકો પાસે કડક ઉઘરાણી કરી આગામી દીપાવલીના તહેવારો બગાડી રહ્યાં છે આમ છતાં રાજકીય નેતાઓ મૌન છે હાલ તો એવું ચર્ચાઈ છે કે વધુ સીટો ચૂંટણીમાં કબજે કરવા નેતાઓએ વિજચોરોના દેવા માફ કરવામાં તેજુરી તળિયાઝાટક કરી નાંખી હોવાથી પગાર કરવાનાં પણ ફાંફા છે પણ હાલના દિવસોમાં ગરીબોને બે છેડા પણ ભેગાં થતાં નથી ત્યાં વીજ બિલ કેવી રીતે ભરી શકે ? તેથી વીજ કંપનીના અધિકારીઓને રાજકીય નેતાઓએ ખાસ રસ દાખવી ગરીબ મધ્યમવર્ગના લોકોની વ્હારે આવવું જોઇયે તે સમયની માંગ છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!