Jetpur-Rajkot જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો. આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર.
આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી,છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા.જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ છે.
જેતપુરના નાના ચોક સોનિબજારમાં આજે સવારે ધોળા દિવસે બે અજાણ્યા બાઇક સવાર એક સોની વેપારીને આંખમાં મરચું છાંટીને છરીની અણીએ થેલા માં રહેલ ૭૦૦ ગ્રામ સોનુ અને રૂપિયા બે લાખની રોકડની લૂંટ ચલાવી ગયેલ છે. જેને લઈને ભોગ બનનાર સોની વેપારીને પગમાં ઇજા થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતા લઈને રાજકોટ એસ.પી બલરામ મીણા સહિત પોલીસની તમામ એજેન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ છે અને CCTVના આધારે તપાસનો ઘમધમાટ શરૂ કરી દીધો છે.
જેતપુર:-રાહુલ બગડા દ્વારા.