Jasadan-Rajkot રાજકોટની વ્હોરા પરિવારની પુત્રીએ નિટની પરીક્ષામાં બાજી મારી.
રાજકોટમાં રહેતાં દાઉદી વ્હોરા સમાજની ભારમલ પરિવારની પુત્રીનું તાજેતરમાં નિટની પરીક્ષાનું રિજલ્ટ આવતાં જેમાં જબરજસ્ત દેખાવ કરતાં તેમને ઠેરઠેર થી અભિનંદન મળી રહ્યાં છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવી રીતે રાજકોટમાં રહેતાં દાઉદી વ્હોરા સમાજના ભારમલ પરિવારના મુસ્તફાભાઈ, જુમાંનાબેનની સુપુત્રી જમીલાબેન (મો.6353280527) એ મેડીકલ એન્ટ્રન્સની પ્રતિષ્ઠિત નિટ એક્ઝામમાં ઝળહળતી સિદ્ધિ મેળવતા ભારમલ પરિવારને ધોમ ધોમ શુભેચ્છાઓ મળી રહી છે માતા પિતાની કાળજી અને પોતાની સખત મહેનતને કારણે જમીલાએ 98.63 પી આર મેળવ્યાં હતાં અત્રે નોંધનીય છે કે ધોરણ બાર પછી મેડિકલમાં પ્રવેશ માટે નિટની પરીક્ષા લેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રાજકોટના વિખ્યાત તબીબ ચિરાગ માત્રાવડીયાના પુત્ર માનીતએ નિટની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં અવ્વલ નંબર મેળવ્યો હતો.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.