Halvad-Morbi ધોરણ -૧૨ સાયન્સ અભ્યાસ બાદ મેડીકલમાં પ્રવેશ લેવા માટેની પરીક્ષા એટલે NEET , જેનું પરીણામ જાહેર થયું મહર્ષિ ગુરૂકુલ, હળવદ ના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા.
પરીક્ષાના તમામ ફોરમેટમાં એટલે કે બોર્ડ પરીક્ષા , JEE પરીક્ષા , ગુજકેટ પરીક્ષા ત્યારબાદ NEET ની પરીક્ષામાં પણ ગુરૂકુલના તારલાઓ પ્રથમ સ્થાન પામેલ છે અને સાબિત કરી બતાવ્યું છે કે અમો માત્ર વાતો નહી મહેનત કરી – કરાવી ને પરીણામ લાવીએ છીએ . સંસ્થાની આગળની વાત મુજબ 20 થી વધુ વિદ્યાર્થીઓ ડોકટરીમાં પ્રવેશ મેળવશે .
NEET – 2020 પરીણામમાં 720 માંથી કણસાગરા અવની – 591 , ઝાલા ક્રિપાલ – 570 , પટેલ ટવીંકલ – 507 જેવા કેટલાય વિદ્યાર્થીઓ ખુબ સારુ પરીણામ લાવ્યા છે . આ તમામ સિતારાઓને તેના માતા – પિતા – ગુરૂજનો અને સંસ્થાના વડા રજનીભાઈ સંઘાણીએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ .
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.