Gondal-Rajkot ગોંડલની ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની ડોબરીયા સુમન NEET-2020 પરિણામમાં ગોંડલ તાલુકામાં પ્રથમ.

Loading


            શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની તેમજ એક પાનના ગલ્લાના વ્યવસાય સાથે સંકળાયેલ અને સામાન્ય પરિવારની પુત્રી ડોબરીયા સુમને તાજેતરમાં NTA દ્વારા જાહેર કરાયેલ NEET – 2020 ના પરિણામમાં 720 માંથી 651 માર્ક્સ મેળવી ગોંડલ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેમજ AIR-3610 રેન્ક મેળવી સાબિત કરી બતાવ્યું કે મોટા શહેરોમાં કે મોટા કલાસિસમાં જવાથી જ NEETની EXAM માં સારો સ્કોર કરી શકાય તેવું નથી પરંતુ સાચી પદ્ધતિ અને સાચી દિશામાં કરેલ મહેનત અને શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શનથી પણ ખુબજ સારું પરિણામ લાવી શકાય તેવું ઉત્તમ ઉદાહરણ ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની અને શિક્ષકોએ પૂરું પાડી સ્કૂલ, પરિવાર અને ગોંડલનું ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત નાના એવા ગોંડલ શહેરના ગંગોત્રી સ્કૂલના 6 વિદ્યાર્થીઓ 650 ઉપર માર્ક્સ લાવ્યા છે. આ તકે સુમનના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા યોગ્ય અને સાચી દિશાનું માર્ગદર્શન તેમજ શ્રેષ્ઠ શિક્ષકોની ટિમ અને મારી દીકરીની અગાથ મહેનતનું આ પરિણામ છે હવે તે એક ઉચ્ચ ડૉક્ટર બનવા ઈચ્છે છે. આવું સુંદર પરિણામ લાવનાર સુમનને સંસ્થાના ચેરમેન સંદીપસર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!