Halvad-Morbi હળવદમાં 10 વર્ષના બાળકને સાવકી માતાએ કેનાલમાં ફેંકી દેતા બાળક ની એન.ડી.આર.એફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ:બાળક ધ્રુવ નો કોઈ પત્તો નહી લાગતા બાળક ના પિતા એ પોલીસ સ્ટેશનમાં ગુમ ની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
હળવદના મોરબી-માળીયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગ માં રહેતા જયેશભાઈ જયંતિભાઈ પ્રજાપતિ નો 10 વર્ષનો બાળક ધ્રુવ ઉફૅએ કાનોઓ ગુમ થયાની ફરિયાદ ગત તારીખ 6-10 ના રોજ બાળકને પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ત્યારે બાળકનો કોઈ પત્તો નહી લાગતા બાળક ના પિતા એ પોલીસ સ્ટેશનમાં ગુમ ની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પોલીસ એ તપાસ શરૂ કરતા બાળકની સાવકી માતા ભાવિષાબેન એ હળવદ નજીક કંસારી હનુમાનજી મંદિર પાછળ આવેલી નમૅદા કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસ ના પીએ પી આઈ પી એ દેકાવાડિઆ સૂચનાથી હળવદ પી એસ આઈ રામાનુજ હળવદ મામલતદાર બી એન કણઝરીયા તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા કેનાલમાં ફેંકી દેતા બાળકની શોધખોળ હાથ ધરી શોધખોળ આદરી હતી.
ત્યારે ગુમ થયેલ 10વર્ષના બાળકને સાવકી માતા એ બાળકને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસના પીએસઆઇ સ્ટાફના માણસો અને એન ડી એફ આર ની ટીમ અને તરવૈયા ની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં બાળકને ટીમ ની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી હજુ સુધી બાળક નો કોઈ પત્તો લાગ્યો નથી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.