Halvad-Morbi હળવદ આજથી માં શક્તિની ભક્તિ ની ઉપાસના ના નવલા નોરતાનો પ્રારંભ:આજે વહેલી સવારથી શુભ મુહૂર્ત ઘરે ઘરે સ્થાપન: નવ નવ દિવસ સવાર-સાંજ ગરબા ગૂજશે:એક નોરતું ઓછુ છે, માઈભકતો દ્રારા અનુષ્ઠાન :ભારે ઉત્સાહ.
આજ થી મા ભગવતીના ઉપાસના માટે નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ઉજવણીનો માહોલ થોડો અલગ જોવા મળી રહ્યો છે, કોરોના કાળમાં ખેલૈયો જાહેરમાં ગરબા નહીં રમી શકે પરંતુ વર્ચ્યુઅલ ગરબાના વિવિધ સ્થળોએ આયોજન જોવા મળી રહ્યા છે, શહેરની બજારોમાં લોકો ઘરે જ માઈભક્તિ કરવા માટે વિવિધ સામગ્રી અવનવી ડિઝાઈન ના ગરબા ચુંદડી અને સામગ્રી ખરીદી કરતા જોવા મળ્યાહતા, માય ભક્તિનો ભક્તિભાવ વાળો માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીનો તહેવાર સૌરાષ્ટ્રવાસીઓ ના નસેનસમાં વહે છે,
જન્માષ્ટમીના તહેવાર આવતાની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓ ના નવરાત્રી ઉજવવા ગરબા રમવા માટે પ્રેક્ટિસ કરતા હોય છે, ચાર-પાંચ મહિના સુધી નવરાત્રી રમવા પ્રેક્ટિસ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના નુ ગહણ લાગ્યું છે આથી ખેલેયાઓ ભલે જાહેરમાં ન રમી શકે પરંતુ વર્ચુયલ ગરબા પોતાના મિત્ર સર્કલમાં ઘરે ગરબા રમી પોતાનો વિડીયો બનાવી વર્ચ્યુઅલ ગરબા રમશે નવરાત્રી તહેવાર માં કોરોના કા નું ગ્રહણ લાગ્યું હોવાથી માય ભક્તિમાં ઓટ આવી નથી ત્યારે શહેરના વિવિધ મંદિરો શક્તિ માતાજીનું મંદિર,ભવાની ભૂતેશ્વર મંદિર, હરસિદ્ધિ માતાજીનું મંદિર,સાપકડા બુટ ભવાની મંદિર, ચરાડવા આઈ રાજલ નુ મંદિર, દીધડીયા માં શકિત નુ મંદિર,વગેરે મંદિરોમાં વિશેષ રોશની થી શણગારવામાં આવ્યાં છે, નવ સુધી રોજ અલગ અલગ માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે,
આ વખતે કોરોના કાળના ગ્રહણ કારણે લોકો મંદિરે નહીં જઈ શકે પરંતુ ઘરે જ ઘટ સ્થાપન અને માતાજીની ચોકીનું (વાડીનુ) આયોજન કરતાં જોવા મળ્યા છે ઘરે વિવિધ ભક્તો દ્વારા અનોખી પુજા અનુષ્ઠાન અને નાના હવનો અને સંપૂર્ણ તૈયારીઓ કરીદીધીછે, આજથી નવ દિવસ માની આરાધના કરવા ભકતો આતુર બની રહ્યા છે,તેવુ જોવા મળી રહયુ છે, જાણે જગદંબા ને પ્રાર્થના કરી રહ્યા હોય કે મ દુઃખનો નાશ કરો છો એમ કોરોનાનો વિનાશ કરો અને અભયદાન આપનાર દેવી અને સ્વાસ્થ્ય પ્રદાન કરો,
આ વખતે નવલા નોરતાને જુદી રીતે ઉજવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે મા અંબાની રીઝવવા માટે વિશેષ પૂજા કરવાની તૈયારીઓ કરી દીધી છે, નવ દિવસ સુધી માઇભકતો માં આરાસુરીની ભક્તિનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.