Gundala-Gondal મોટી પાનેલીના પિતા-પુત્રનું ગોંડલના ગુંદાળા નજીક કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત.
ગોંડલના ગુંદાળા ગામ નજીક વહેલી સવારે અજાણ્યા વાહનની ઠોકરે કાર અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં મારુતિ ફ્રન્ટી કારમાં સવાર બ્રાહ્મણ પરિવારના પિતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોમાં પુત્ર કશ્યપ રાજુભાઇ ઠાકર ઉ.વ.(૨૮) અને તેમના પિતા રાજુભાઇ કાંતિભાઈ ઠાકર ઉ.વ. (૫૫) નામના પિતા-પુત્ર ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી હતી.
ત્યારે આ અકસ્માત ગોંડલથી મોટી પાનેલી જઈ રહ્યા હતા તે દરમિયાન ગુંદાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે જ અકસ્માતમાં ભળેવા એવા પિતા-પુત્ર સહિતના બે વ્યક્તિઓના મોત નિપજતા મોટી પાનેલી ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી
અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ, પોલીસ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ અકસ્માત સર્જીને ફરાર થયેલ અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.