Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ઘરે બેઠા નિયમિત ડ્રેસિંગ સેવાની સારવારથી દર્દીને સાજા કરવામાં આવ્યાં.

આજથી દસેક માસ પહેલા ભાઈને પગની આંગળીમાં ઝેરી જીવજંતુ કરડી જતા સોજો ચડ્યો હતો.બીજે દિવસથી તે ભાગ કાળો પડવા લાગ્યો અને અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો.
જેથી મોરબી અને ત્યારબાદ રાજકોટ નિદાન અને સારવાર માટે ગયા અનેં ઈલાજ શરૂ કરવામાં આવ્યો.
પરંતુ કોઈપણ પ્રકારની રીકવરી આવતી નહિ હોવાથી અમદાવાદ સિવિલમાં પહોચ્યા હતા. ફક્ત 20 દિવસના ગાળા માં જ પગના ઢીંચણ સુધીનો સડો અને ખુબજ રસી થઇ ગઇ હોવાથી પગ કપાવવો પડ્યો હતો.

એક મહિનો સિવિલની સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ઘરે આવ્યા બાદ ફરીથી કાપેલ પગમાં રસી ભરાવાની શરૂ થઈ હોવાથી ઓપરેશન ખોલીને રસી કાઢવાની પ્રોસેસ કરી
ત્યારબાદ ફરી થોડો સમય પછી એની એજ તકલીફ ઊભી થઈ વળી પાછા ટાંકા ખોલ્યા અને બીજીવાર રસી કાઢી
ડોક્ટરે ઘરે બેઠા રેગ્યુલર ડ્રેસિંગની સલાહ આપી.
જેથી જલ્દીથી રૂઝ આવી જાય અને ફરીથી રસી વિકસે નહિ.

ઘરના મુખ્ય આધાર એવા આ ભાઈ ટ્રક ડ્રાઇવિંગ કરીને 5 સભ્યોના પરિવારનું ગુજરાન કરતાં હતા.3 દીકરીઓ અને દીકરો હજી અભ્યાસ કરતા હતા.એમને બચાવેલી મૂડી પણ દવાખાનામાં અને સારવારમાં વપરાઈ ગઇ હતી.

ઘરેબેઠા ડ્રેસિંગ કરવાનો રોજનો ચાર્જ 200 થી 300 જેવો થાય.
તે કેવી રીતે કરવો એની મૂંઝવણમાં મુકાયેલ આ પરિવારની રોટરી કલબ હળવદને આ અંગે જાણ થતાં તુરંત વિનામૂલ્યે ડ્રેસિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આપી હતી.
સતત 3 મહીંનાથી વધુ સમય ડ્રેસિંગ કરવામાં આવતા હવે પગમાં એકદમ રીકવરી આવી ગઈ છે અને દર્દી સ્વસ્થ થઈ ગયું છે.

રોટરેક્ટ ક્લબ ઓફ હળવદના સેક્રેટરી નવીન એ. આચાર્ય દ્વારા ડ્રેસિંગનો તમામ ખર્ચ આપવામાં આવ્યો હતો અને જહેમત ઉઠાવવામાં આવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!