Valbhipur-Bhavnagar વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા ૧૧૨ બોટલ જેવુ મહા રક્તદાન.
આજરોજ તારીખ ૧૬/૧૦/૨૦૨૦ ને શુક્રવાર ના દિવસે વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ-ભાવનગર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ભાવનગરની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. વલ્લભીપુર તાલુકા શિક્ષક પરિવાર દ્વારા ૧૧૨ બોટલનું રક્તદાન કરી આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં રક્તની અછત સર્જાવાના કારણે લોકોને તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જે મુશ્કેલીઓ પડી રહી તે તેમાં શિક્ષણ પરિવાર તથા ગ્રામજનોના સહયોગથી રક્તદાન રૂપી મદદ કરવાનાં હેતુથી આવા જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણના વડા માનનીય શ્રી કે.વી.મિયાણી સાહેબ( જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી), વલ્લભીપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી અમીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત પ્રદેશના હોદ્દેદારો શ્રી ભાવિનભાઈ ભટ્ટ તથા મહેશભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી આ સેવાકાર્ય માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવાર ના વડા શ્રી ગોપાલભાઈ મકવાણા(તાલુકા પ્રા.શિક્ષણાધિકારીશ્રી), બી.આર.સી. શ્રી રાજેશભાઈ બોટાદરા તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ધીરુભાઈ ડામોર, મહામંત્રી શ્રી ઇન્દ્રજીતસિંહ મોરી અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ યોગેન્દ્રસિંહ ગોહિલ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી મનીષભાઈ જોગરાણા અને મંત્રી શ્રી હિરેનભાઈ ત્રિવેદી તથા શિક્ષણ પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ સત્કાર્યને પ્રોત્સાહન મળે તે માટે પૂર્વ ટી.પી.ઈ.ઓ.મમતાબેન ચૌહાણ અને તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ ભીખુભાઇ વેગડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ મોટા પ્રમાણમાં હાજર રહી રક્તદાન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.