Halvad-Morbi હળવદમાં નવરાત્રી પૂર્વે માતાજીના વિવિધ શણગાર હાર ચુંદડીથી ગરબા બજારો છલોછલ.

શનિવારથી મા જગદંબાના એવા નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ,નવરાત્રિના નો સીધો જ સંબધ ગરબા સાથે પણ રહેલો છે, ત્યારે આ વર્ષે કોરોના ના લીધે નવરાત્રી ની રોનક વિખેરાઈ ગઈ છે દર વર્ષે નવરાત્રી પૂર્વ તડામાર તૈયારીઓ ચાલતી હોય છે .મહિનાઓ અગાઉ જ ઓનામેન્ટસ, ડ્રેસ ઓનલાઇન બુકિંગ શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વખતે પહેલી વાર એવું બનશે કે ગરબાનું આયોજન નહીં થાય માર્ચ મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ષ દરમ્યાન ઘણા ઉત્સવો રદ કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાતીઓના નસ નસ માં ગરબા ધુમતા હોય છે આખું વરસ જેની રાહ જોઇ એવા ગરબાનું ગાઇડલાઇન સાથે પાલન સાથે શરતી આયોજન કરવા માટે લોકોએ માગ કરી હતી

પરંતુ જે રીતે પરિસ્થિતિ છે એ મુજબ હાલ ગરબા યોજવા હીતાવહ નથી જેથી સરકારે નિર્ણય લઈને ગરબાનું આયોજન રદ કર્યું છે ત્યારે ખેલૈયાઓ ઉત્સાહ ભલે ભાંગી પડયો હોય પરંતુ માતાજીની આરાધનામાં કોઈ વિઘ્ન ન આવે ગરબાના,શેરી ગરબાની આયોજનો ની મનાય છે પરંતુ માતાજીના ગરબા નું સ્થાપન કરી શકે છે ત્યારે હળવદ શહેરમાં ચુંદડી હાર વેચતા વેપારીઓને થોડી રાહત થઇ છે, આ વર્ષે ગરબાનું આયોજન ભલે ન થાય પરંતુ માતાજીના શણગાર ચુંદડીહાર, જેવી વિવિધ સામગ્રી નું વેચાણ તો થશે કારણકે કોરોનાથી ઉત્સવની પરંપરા બદલાવ આવશે પણ આસ્થામાં નહીં, ત્યારે બજારમાં અવનવી વેરાયટી માં માતાજી ના હાર ચુંદડી વિવિધ શણગારો બજારમાં ઉપલબ્ધ છે હાલ બજારોમાં ઠેર ઠેર ગુગળ, ધૂપ, અગરબત્તી, ચુંદડી ,હારમાળઆ જોવા મળે છે ,

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!