Jasdan-Rajkot જસદણ પંથકના બે શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયા.
જસદણ પંથકના બે શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયા બાઈક ચોરી કરી ફેરવતા શખ્સોની ધરપકડ કરાઈ જસદણ પંથકના બે શખ્સો જુનાગઢ જિલ્લાના બાંટવામાંથી બાઈક ચોરી કરી ફેરવતા હોવાથી રૂરલ એસઓજીની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. રૂરલ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ બાઈક લઈને નીકળેલ અશોક જીવણભાઈ પલાળીયા અને જીગ્નેશ વિઠ્ઠલભાઈ ડાભીને રોકી બાઈકના કાગળો માંગતા ન હોવાનું જણાવતા એસઓજીના સ્ટાફે બાઈકના એજીન ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ અને ઓ ગુજકોપમાં ખરાઈ કરતા આ બાઈકના નંબર GJ-11LL-8560 હોવાનું તેમજ જુનાગઢ જીલ્લાના બાંટવા પોલીસ મથકમાંથી ચોરાયું હોવાનું ખુલતા બન્ને શબ્સોની ધરપકડ કરી જસદણ પોલીસને સોંપ્યા હતા . આ અંગે બાંટવા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી .
જસદણ:-પિયુષ વાજા દ્વારા