Upleta-Rajkot ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Loading

ઉપલેટામાં M.S.P. અધિકાર દિવસ મનાવાયો હતો જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવેલ હતું જેમાં ખેત પેદાશોના ટેકાના ભાવ સ્વામી નાથન આયોગની ભલામણ આપી ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે કરેલાં ખેડૂત અને ખેતી વિરોધી ત્રણ કાળાં કાયદાને પાછાં ખેંચો, 

આવશ્યક ચીજોનો કાયદો સંશોધન પાછાં ખેંચો, A.P.M.C. બજાર સમિતિ કાયદા વટહુકમ અને કોન્ટેક્ટ ફરમિંગ એટલે કે કંપનીની કરાર આધારિત ખેતી જેવી અનેક વિધ માંગણી ઓ લઈને આજરોજ ઉપલેટા બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો અને બાદમાં આ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. ખેતી બચાવો ખેડૂતોને બચાવો, દેશ બચાવો જેવાં સુત્રોચ્ચાર પણ કરવામાં આવેલ હતા. ગુજરાત કિશાન સભા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.

error: Content is protected !!