Vadodra-વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં અજ્જુ કાણીયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મારામારીમાં એક કેદીએ અજ્જુને પતરુ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં તેનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીમાં કુખ્યાત ગેન્ગસ્ટર અજ્જુ કાણીયાનું મોત થયુ છે. જેલમાં અન્ય કેદીઓ સાથે અજ્જુ કાણીયાની બોલાચાલી થઇ હતી જે બાદ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઇ હતી જેમાં અજ્જુ કાણીયા ઘાયલ થયો હતો. ઘાયલ અજ્જુ કાણીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જેમાં એક કેદીએ અજ્જુને પતરૂ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા ગેન્ગસ્ટરને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
મહત્વપૂર્ણ છે કે, અજ્જુ કાણીયા ખંડણી, લૂંટ જેવા ગુનાઓમાં વોન્ટેડ હતો. જે બાદ તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તે બાદથી તે જેલમાં બંધ હતો. અજ્જુ કાણીયાની શહેર વાડી પોલીસે અટકાયત કરી હતી. અટકાયતની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપીને અજ્જુ કાણીયો ફરાર થયો હતો. ફરાર અજ્જુ કાણીયાને શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડી લાવી હતી. અને તેને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ઘકેલી દેવામાં આવ્યો હતો.
નામચીન અજ્જુ કાણીયાએ પાણીગેટ વિસ્તારના એક વેપારી પાસેથી જમીનનો કબજો પડાવી લેવા માટે 10 લાખની ખંડણી અને ફ્લેટની માગણી કરી હતી. પાણીગેટ માંડવી રોડ પર રેડીમેડ ગારમેન્ટનો શોરૂમ ધરાવતા વેપારીએ તેના મકાનની બાજુમાં જ એક જગ્યા રજીસ્ટર બાનાખતથી રાખી હતી અને તે જમીનનો કબજો પડાવી લેવા માટે નામચીન અજ્જુ કાણીયાએ સોપારી લીધી હતી. આરોપી વલી મહંમદને જમીનનો જમીનનો કબજો સોંપવાનો હતો. આ ગુનામાં પકડાયેલો વાડી પોલીસ મથકમાં અજ્જુ કાણીયાની જૂન મહિનામાં ધરપકડ કરી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા અગાઉ વાડી પોલીસના પહેરા હેઠળ તેને કોરોનાનો ટેસ્ટ કરવા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે પોલીસને હાથ તાળીને આપીને તે નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને મહેસાણા નજીકથી દબોચ્યો હતો.
જેલમાં અજ્જુ કાણીયાની માથાભારે સાહિલ મહેશ પરમાર સાથે કોઇ કારણોસર અણબનાવ બન્યો હતો. બબાલમાં સાહિલ મહેશ પરમારે છતનું પતરૂ ઉખાડીને અજ્જુ કાણીયાના ગળાના ભાગે ફેરવી દીધું હતું. જેને પગલે અજ્જુ કાણીયો ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અજ્જુ કાણીયાને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
245 thoughts on “Vadodra-વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા.”
Comments are closed.