Dhoraji-Rajkot યુનિવર્સલ મેમણ ફેડરેશન ના સાથ અને સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત માં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય આપવામાં આવી.
રાજકોટ જીલ્લાના ધોરાજી માં સમગ્ર મેમણ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરતી અને મેમણ સમાજમાં આર્થિક રીતે પછાત હોય એવા લોકોની મદદ કરતી સંસ્થા યુનિવર્સલ મેમણ ફેડરેશન ના સાથ અને સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત માં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય માટે આશરે રૂ . 13OO/ ની કિંમતની અનાજની કીટ 200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જીવન જરૂરી દરેક ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી આજે કોરોના કાળમાં જ્યારે ગરીબ લોકોને પોતાના જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે એવા સમયમાં આ સહાય 200 જેટલી વિધવા સ્ત્રીઓ માટે આશીર્વાદ સાબિત થઈ છે .
આ પ્રસંગે યુનિવર્સલ મેમણ ફેડરેશન ના અબ્દુલ્લાહભાઇ જાનુહસન ત્થા તમામ સભ્યો ની કામગીરીને બિરદાવતા અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ના પ્રમુખ હાજી અફરોઝ લકડકુટા સેક્રેટરી હમીદભાઇ ગોડીલ અને જમાતના અન્ય સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ લોકોને આ સંસ્થાની સહાય મળતી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત વિતરણ ની કામગીરી સમયે જમાતના ઉપપ્રમુખ ઇસ્તિયાઝભાઇ સુપેડીવાલા ઉપપ્રમુખ અજીમભાઇ છાપાવાલા મેમણ જમાતના સભ્યો મોહમ્મદભાઇ હસનફતા મહમદભાઇ ઝુણઝુણીયા નૌશાદભાઇ ગોડીલ બકાલી જમાતના હાજી રઝાકભાઇ ઘોડી અસલમભાઇ બચાવ પોઠિયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા બાસીતભાઈ પાનવાલા ઉપરાંત મેમણ સમાજના આગેવાનોમાં ઇદરીસભાઇ કાગડા ઝાહીદભાઈ લોખંડવાલા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.
235 thoughts on “Dhoraji-Rajkot યુનિવર્સલ મેમણ ફેડરેશન ના સાથ અને સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત માં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય આપવામાં આવી.”
Comments are closed.