Halvad-Morbi રોટરી અને રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા નેશનલ ફોરટ્રેક હાઈવે ઉપર રાતના સમયે ઉભા રહેતા કે બેસતા ગાયુ અને ગૌવંશ ના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતાં.

Loading

હળવદના હાઈવે રોડ ઉપર અને ચોકડીની આજુબાજુ અનેં ખાસ કરીને ડિવાઇડર ની બાજુમાં ઘણા બધા ગાયુ અને ગૌ વંશ બેઠા હોય છે.જે અંધારાને હિસાબે ઘણીવાર પુરપાટ દોડતા વાહન ચાલકોને બેઠેલા, ઉભેલા અને આડા ઉતરતા ગાયુ અને ગૌ વંશ ધ્યાને આવતા નથી.


જેથી નાના મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે.રોટરી હળવદ દ્વારા આવા ગાયુ અને ગૌ વંશના ગળામાં બેલ્ટ નાખવામાં આવ્યા.જેથી તેની ઉપર દૂરથી પણ લાઈટનો થોડો પ્રકાશ પડે તોય તુરંત ખ્યાલ આવી જાય જેથી સાવચેત થઈ જવાથી અકસ્માતને નિવારી શકાય.વાહન ચાલકો પણ સુરક્ષિત બને અને અબોલ જીવ પણ બચાવીને જીવદયાનું કાર્ય કરી શકાય એવા ત્રિવિધ આશય સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.

જેને સફળ બનાવવા વિજયભાઈ ભરવાડ , મહેશભાઈ ભરવાડ અને સેવાભાવી કાર્યકરો સાથે જોડાયા હતા.

આ પ્રોજેક્ટનું ડોનેશન યોગી ચાવડા અને મિતેષ મુંજપરા તરફથી આપવામા આવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!