Jasdan-Rajkot જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.
જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા મહામંત્રી તેજસભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ધામેલીયા, સહમંત્રી પ્રશાંતભાઈ ગાજીપરા, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા તેમજ જસદણ તાલુકા મહામંત્રી હેમેન્દ્રભાઈ વેગડના નેતૃત્વ હેઠળ જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના લોકોના પ્રશ્નોને તેમજ જસદણ તાલુકાના છેવાડાનો સાથ સૌનો વિકાસ યાદ કરી તેમને પ્રજાલક્ષી લોકશાહીની સ્થાપના માટે અરવિંદ કેજરીવાલના દિલ્હીના સદ્કાર્યોને વર્ણવી તેમની વિચારધારાના રૂપમાં લોકો વચ્ચે જીવંત રાખી તેમને કરેલા માનવ કલ્યાણ કાર્યોમાંથી સાર મેળવી લોકઉપયોગી કાર્યો કરવાના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાશન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ટીમ અને જસદણ ટીમને લોકોએ આવનારી તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવા માટે ખભા સાથે ખભો મિલાવી લોકો સહયોગ આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.