Gondal-Rajkot ગોંડલ માં શેરી ગરબી નાં આયોજન બંધ રહેશે… આગેવાનો અને તંત્ર ની અપીલ ને મળ્યો પ્રતિસાદ.

Loading

આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસો થી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓ નાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણ નાં ભય ને કારણે ચાલુ વર્ષે શેરી ગરબી નહીં યોજવા સરાહનીય નિણઁય લેવાયો છે.આગેવાનો અને તંત્ર દ્વારા કરાયેલ અપીલ ને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
આજે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ નાં માગઁદશઁન હેઠળ અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા તથાં જીતુભાઈ આચાર્ય ની અધ્યક્ષતા માં મળેલ બેઠકમાં શહેર નાં વિવિધ વિસ્તારો ના શેરી ગરબી નાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

ડે.કલેકટર રાજેશકુમાર આલ દ્વારા ગરબી અંગે સરકાર ની ગાઇડલાઇન ની સમજ આપી ગોંડલ કોરોના ની તિવ્રતા વચ્ચે ઘેરાયેલું હોય સંક્રમણ ને ટાળવાં સાદગી પુણઁ આયોજન કરવા અપીલ કરતાં અને આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા તથાં જીતુભાઈ આચાર્ય એ પણ ગરબી ની બાળાઓ કે વાલીઓ સહીત લોકો કોરોના થી સંક્રમીત નાં થાય ગોંડલ ને બચાવવાં અપીલ કરતાં ગરબી સંચાલકો દવારા માત્ર આરતી અને પુજન દ્વારા નવરાત્રી ઉજવવા સ્વૈચ્છિક નિણઁય લેવાયો હતો.બેઠક માં ગરબી અંગે પ્રથમ સરાહનીય પહેલ કરનાર સહજાનંદ નગર નાં આયોજકો યસ ગૃપ નાં દશરથસિહ જાડેજા તથાં હરપાલસિંહ રાણા ને બિરદાવાયા હતા..
બેઠક ની અંતે શહેર માં કોરોના ને કારણે સો થી વધું લોકો મૃત્યુ પામ્યાં હોય મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી..

error: Content is protected !!