રાજયમાં યોજાનાર મહાનગરપાલિકા – નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ : નવેમ્બર – ડિસેમ્બરમાં યોજાનાર હતી ચૂંટણી.

રાજકોટ સહિત રાજયની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરૃ કરી દીધી હતી, પરંતુ રાજય ચૂંટણીપંચે આ ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ રાખવા નિર્ણય લીધાનું જાણવા મળ્યુ છે : ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જીલ્લા પંચાયત અને ૨૭૧ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર હતી હવે ત્રણ મહિના બાદ કોરોનાની પરિસ્થિતિ જોઈને ચૂંટણી યોજવાનું જાહેર થશે.

error: Content is protected !!