Jasdan-Rajkot જસદણનાં રાજવી પરિવારના દરબાર સાહેબ કોવિડ સેન્ટરની મુલાકાતે.
આજરોજ જસદણ રાજવી પરિવારના દરબારશ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબે જસદણ સરકારી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ ના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી દર્દીઓને રૂબરૂ મળી ખબરઅંતર પૂછી દર્દીઓની હિંમતમાં વધારો કર્યો હતો અને જસદણ કોવિડ સેન્ટરમાં દર્દીઓની પૂરતા પ્રમાણમાં સાર સંભાળ રાખવા માટે કોવિડ સેન્ટરમાં સેવા આપી રહેલા નિડર યોદ્ધાઓને અભિનંદન આપ્યા હતા.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.